મીરા ભાવને આત્મસાત કરીને લખાયેલા
કાવ્યો આધ્યાત્મિક ઊંચાઇએ પહોચાડે છે
અને સાથોસાથ સર્જનાત્મક સંસ્પર્શ પણ
પામે છે. ભજનનો ભગવો રંગ પ્રગટાવતા કવિ
લખે છે,
- કે કાગળ હરી લખે તો બને
અવર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મને....
મારા
સપનામા આવ્યા હરિ
મને બોલાવી,
ઝુલાવી વ્હાલી કરી
હરિ
પર અમથું અમથું હેત
હુ અંગુઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે
વેંત.
રમેશ
પારેખની ગીત સૃષ્ટીનું અનેરું
આકર્ષણકેન્દ્ર છે એ ગીતોના લયની રિધ્ધિ
સિધ્ધિ. કવિએ એમના ગીતોમાં સોરઠી
લોકગીતની પરંપરાનું સામર્થ્ય અને
સૌંદર્ય આબાદ્ રીતે
પ્રગટાવ્યુ છે. કવિને સહજ સિધ્ધ એવી
સોરઠી બાની ગીતના ભાવ-પરિવેશને
પ્રગટાવવામાં ઉપકારક નીવડે છે.
ગીત બાદ રમેશ પારેખની અભિવ્યક્તિનો અન્ય
બળૂકો પડાવ ગઝલ છે. તેઓ પ્રયોગશીલ
ગઝલકાર છે,
અલબત તેઓ ગઝલનાં આંતર-બાહ્ય સ્વરૃપની
ખેવના કરવાના હિમાયતી છે. એટલે એમની
ગઝલોમાં પ્રશિષ્ટતા અને પ્રયોગશીલતાનો
એકસાથે અનુભવ થાય છે.
વક્રવાણી એ પણ રમેશ પારેખની ગઝલોની
અભિવ્યક્તિનો એક વિશેષ ભાગ છે. આજનો
પાંગળો અને વામણો માણસ જે દંભ-આડંબરમાં
રાચે છે એને કવિ આમ કટાક્ષના કાકુ
સાથે તાકે છે.
શોધે
છે શબ્દાકોશમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?
ગીત
અને ગઝલ ઉપરાંત રમેશ પારેખ ગદ્ય કાવ્ય
કે અછાંદસમાં પોતાની સંવેદનાઓ વહેતી
મુકે છે. 'ખમ્મા
આલા બાપુને'
ના કટાક્ષમુલક કાવ્યો પણ રમેશ પારેખની
કવિતાનો એક મહત્વપૂર્ણ મુકામ છે. આલા
ખાચરને નિમિત્તે માણસજાતની નબળાઇઓને આ
કાવ્યો આબાદ રીતે ઉઘાડી પાડે છે. માણસની
દાંભિક મનોવૃત્તિ ઉપર કટાક્ષના કોરડા
વીંઝે છે. વ્યંગ,
વિનોદ,
ઉપહાસ,
કટાક્ષ વગેરેનો ઉપયોગ કરીને હળવી
વાણીમાં વિડંબના વ્યક્ત કરી છે.

બાળસાહિત્યના
ક્ષેત્રે પણ રમેશ પારેખે માતબર પ્રદાન
કર્યુ છે. એમણે મૌલિક અને ઉતમ સર્જન
કરીને ગુજરાતી બાળ સાહિત્યના ઇતિહાસમાં
માનભર્યું સ્થાન મેળવ્યું છે.
બાળસાહિત્ય લખવું અને સર્જવું એ બંને
વચ્ચે તફાવત છે. લેખક પોતાના શૈશવમાં
પ્રવેશ કરે તે પછી જ કંઇક મુલ્યવાન અને
સાચુકલું સર્જન સંભવિત બને છે એવી સૂઝ
સમજ સાથે રમેશ પારેખ આ ક્ષેત્રે પદાર્પણ
કરે છે. એમની પાસેથી
'હાઉક',
'ચીં',
'દરિયો
ઝુલ્લમઝુલ્લા હસીએ ખુલ્લમખુલ્લા'
અને
'ચપટી
વગાડતા આવડી ગઇ'
જેવા બાળકાવ્યોના સંગ્રહો સાંપડ્યા છે,
તો
'દે
તાલ્લી',
'હફરક
લફરક',
'કુવામાં
પાણીનું ઝાડ',
કે
'જંતર
મંતર છૂ'
જેવા બાળવાર્તાઓના પુસ્તકો પણ મળ્યા છે,
તો લાંબી કથા સળંગ બાળનવલરુપે
'જાદુઇ
દીવો'
કે
'અજબ
ગજબનો ખજાનો'
જેવી કૃતિઓ મળી છે. શુધ્ધ અને સાત્વિક
બાળસાહિત્યના બહુ ઓછા ગુજરાતી સર્જકોમાં
રમેશ પારેખનુ આદરભર્યુ સ્થાન છે.
''ગિજુભાઇ
બધેકા સુવર્ણચંદ્રક''
અર્પણ કરીને એમના બાળસાહિત્યના પ્રદાનને
ઉચિત રીતે જ પુરસ્કારવામાં આવ્યું છે.
| Previous
| Next
|